KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગંગા એક્સપ્રેસવે હરિદ્વાર સુધી લંબાશે, ₹10,761 કરોડના 6-લેન પ્રોજેક્ટને મંજૂરી

ઉત્તર પ્રદેશ સરકારે ગંગા એક્સપ્રેસવેને હરિદ્વાર સુધી લંબાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આશરે ₹10,761 કરોડના ખર્ચે 6-લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવાશે, જેને ભવિષ્યમાં 8 લેન સુધી વિસ્તારી શકાશે.

KuberaNow
desk@kuberanowPublished On : 5 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
project
ગંગા એક્સપ્રેસવેનું હરિદ્વાર સુધી વિસ્તરણ, ₹10,761 કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડીAI GENERATED IMAGE

ઉત્તર પ્રદેશ સરકારે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણના ભાગરૂપે ગંગા એક્સપ્રેસવેને હરિદ્વાર સુધી લંબાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ વિસ્તરણનો અંદાજિત ખર્ચ લગભગ ₹10,761 કરોડ છે અને તેના દ્વારા બિજનૌરથી હરિદ્વાર સુધી ઝડપી માર્ગ જોડાણ ઊભું કરવાનો હેતુ છે. પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા લગભગ ₹24,000 કરોડના વ્યાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણનો ભાગ છે, જેમાં 88 કિમી લાંબી ઝાંસી Link Roadનો પણ સમાવેશ થાય છે.


6 લેનનો Greenfield Expressway

પ્રસ્તાવિત માર્ગ 6 લેનનો Greenfield Expressway રહેશે અને ભવિષ્યમાં તેને 8 લેન સુધી વિસ્તૃત કરી શકાય તેવી રીતે વિકસાવવામાં આવશે.આ વિસ્તરણથી ગંગા એક્સપ્રેસવે મારફતે પ્રયાગરાજ અને હરિદ્વાર વચ્ચે ઝડપી અને નિયંત્રિત માર્ગ જોડાણ ઊભું થવાની અપેક્ષા છે.


ધાર્મિક પ્રવાસનને પણ ફાયદો

પ્રયાગરાજ અને હરિદ્વાર બંને મહત્વના ધાર્મિક અને કુંભ કેન્દ્રો હોવાથી નવી કનેક્ટિવિટીથી ધાર્મિક પ્રવાસનને વેગ મળી શકે છે.સાથે બિજનૌર અને આસપાસના વિસ્તારોમાં વેપાર, Logistics, ઉદ્યોગ અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ માટે નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.


Property Prices અંગે શું અંદાજ?

Real Estate Fintech કંપની Square Yardsના જણાવ્યા મુજબ મોટા Expressway Projectsની જાહેરાતથી લઈને પૂર્ણતા સુધી આસપાસના વિસ્તારોમાં Property Pricesમાં સામાન્ય રીતે 30%થી 70% સુધીનો વધારો જોવા મળ્યો છે. પનીના અંદાજ મુજબ ઝડપથી વિકસતા કેટલાક બહારના વિસ્તારોમાં આ વૃદ્ધિ 80%થી 100% સુધી પણ પહોંચી શકે છે.જોકે આ આંકડા ઐતિહાસિક ઉદાહરણો અને કંપનીના અંદાજ પર આધારિત છે. ગંગા એક્સપ્રેસવે આસપાસ Property Pricesમાં એટલો જ વધારો થશે તેની કોઈ ખાતરી નથી.


Yamuna Expresswayનું ઉદાહરણ

Square Yardsના જણાવ્યા મુજબ Yamuna Expressway આસપાસ સરેરાશ Property Price 2020માં આશરે ₹3,200 પ્રતિ ચોરસ ફૂટ હતી, જે 2025માં વધીને લગભગ ₹9,600 પ્રતિ ચોરસ ફૂટ થઈ હતી.કેટલાક ચોક્કસ વિસ્તારોમાં Plot Pricesમાં વધુ મોટો વધારો પણ નોંધાયો હોવાનું કંપનીએ જણાવ્યું છે.


નવા Interchange બની શકે વિકાસ કેન્દ્ર

ગંગા એક્સપ્રેસવેના નવા Interchange અને જોડાણ માર્ગોની આસપાસ જમીન, રહેણાંક અને Industrial Property માટે માંગ વધવાની શક્યતા Real Estate ક્ષેત્ર જોઈ રહ્યું છે.પરંતુ ભાવમાં વાસ્તવિક વૃદ્ધિ પ્રોજેક્ટની પ્રગતિ, સ્થાનિક વિકાસ, જમીન ઉપયોગના નિયમો, રોજગાર સર્જન અને બજારની માંગ જેવા પરિબળો પર આધારિત રહેશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: iBRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM